Dividend stock : આ કંપની 6 બોનસ શેર સાથે સ્ટોક સ્પ્લિટ કરશે, રેકોર્ડ ડેટ જાહેર કરાઈ
Dividend stock : BSE પર આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર માટે 20 એપ્રિલ 2023ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આ તારીખ સુધી નોંધાયેલા રોકાણકારો બોનસ શેરનો લાભ લઈ શકશે. કંપની એક શેરને 10 ભાગમાં વહેંચશે.
Dividend stock : સ્મોલ-કેપ કંપની ગ્લોબલ કેપિટલ માર્કેટ લિમિટેડના શેરધારકોને 6:10 બોનસ શેર મળશે. તેમજ કંપની 1 શેરને 10 ટુકડાઓમાં વિભાજિત કરશે. આ માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મંગળવારે ગ્લોબલ કેપિટલ માર્કેટ લિમિટેડનો શેર 5% ઘટીને 32.93 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 81.97 કરોડ છે.શેરબજારની દુનિયામાં એવી કેટલીક કંપનીઓ છે જે સમયાંતરે તેમના શેરધારકોને તેમના નફાનો હિસ્સો આપે છે. નફાના રૂપમાં મળેલા આ ભાગને ડિવિડન્ડ કહેવામાં આવે છે.
રેકોર્ડ ડેટ કઈ છે?
BSE પર આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર માટે 20 એપ્રિલ 2023ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આ તારીખ સુધી નોંધાયેલા રોકાણકારો બોનસ શેરનો લાભ લઈ શકશે. કંપની એક શેરને 10 ભાગમાં વહેંચશે. આ સાથે તે 10:6 ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર જાહેર કરશે. આનો અર્થ એ છે કે 10 શેર માટે રોકાણકારોને 6 શેર બોનસ તરીકે મળશે.
કંપનીનો વ્યવસાય શું છે?
તમને જણાવી દઈએ કે આ કંપની ફાઈનાન્સ સર્વિસ સેક્ટરમાં નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની (NBFC) છે. તે નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની તરીકે RBI સાથે સૂચિબદ્ધ છે. કંપનીના પ્રાથમિક વ્યવસાયમાં સ્ટોક અને અન્ય સિક્યોરિટીઝમાં રોકાણ છે. આ સિવાય કંપની કોર્પોરેશનો અને બિઝનેસ સંસ્થાઓને ટૂંકા અને લાંબા ગાળાની લોન આપે છે.
શેરબજારની દુનિયામાં એવી કેટલીક કંપનીઓ છે જે સમયાંતરે તેમના શેરધારકોને તેમના નફાનો હિસ્સો આપે છે. નફાના રૂપમાં મળેલા આ ભાગને ડિવિડન્ડ કહેવામાં આવે છે. આવી કંપનીઓના શેરને ડિવિડન્ડ યીલ્ડ સ્ટોક્સ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તે કંપનીઓ પર નિર્ભર કરે છે કે તેઓ ક્યારે ડિવિડન્ડ આપે છે? કેટલું આપે છે? અને કેટલી વાર આપે છે? કેટલીક કંપનીઓ વર્ષમાં એકવાર તો કેટલીક બે-ત્રણ વખત ડિવિડન્ડ આપે છે. શેર દીઠ ડિવિડન્ડ આપવામાં આવે છે. નાણાકીય વર્ષના અંતે કંપની તેના શેરધારકોને તેના નફામાંથી કર અને અન્ય ખર્ચ બાદ કર્યા પછી થયેલા ચોખ્ખા નફામાંથી ડિવિડન્ડ ચૂકવે છે.